મનુષ્ય પોતાના અહંકારને કારણે સમજે છે- હું બંધનમાં છું.
" પ્રત્યેક મનુષ્ય મુક્ત છે પણ મનુષ્ય પોતાના અહંકારને કારણે સમજે છે- હું બંધનમાં છું. અને આ ભ્રમ તો જીવનભર બન્યો રહે છે. આત્મા ક્યારેય બંધનમાં હોતો જ નથી. માત્ર એક ભ્રમની દશા છે અને એ ભ્રમની દશાને કારણે મનુષ્યમાં શરીરના વિકાર નિર્માણ થાય છે અને તે વિકાર મનુષ્યના મૃત્યુ સુધી રહે છે. ખરાબ કર્મો ભોગવવા માટે પણ નવો જન્મ અને સારાં કર્મો ભોગવવા માટે પણ નવો જન્મ મનુષ્યે લેવો પડે છે. તો કર્મોમાંથી મુક્તિ નથી હોતી અને તે ક્રમ જ્યાં સુધી કોઈ સદગુરુ નથી મળતા, ત્યાં સુધી ચાલતો જ રહે છે. સદગુરુ મળ્યા પછી પણ કેટલા લોકો પોતાના આત્મા ને પ્રકાશિત કરી શકે છે, તે પણ એક મોટો પ્રશ્ન છે."
" ડૉક્ટરબાબા કહી રહ્યા હતા તો લાગી રહ્યું હતું કે તેઓ પોતાના જીવનનો બધો સાર જ જણાવી રહ્યા છે. કારણ કે કેટલીયવાર આપણો આત્મદીપક પ્રગટી ગયો એવો ભ્રમ થાય છે જ્યારે કે પછીથી જીવનમાં અંધારું છવાઈ જતાં ખબર પડે છે- જે પ્રકાશ અત્યાર સુધી જણાતો હતો તે બીજાના દીપકનો હતો. સામુહિકતામાં આપણને એ ભ્રમ થઈ ગયો હતો કે તે પ્રકાશ આપણો જ હતો. વાસ્તવમાં, સામુહિકતામાં પ્રગતિ અવશ્ય થાય છે પરંતું તેપણ સત્ય છે કે સામુહિકતામાં પ્રગતિનો ભ્રમ પણ થાય છે. મનુષ્યને સારી-સારી અનુભૂતિઓ થાય છે. કેટલાક વિકારોથી મુક્તિ મળી ગઇ એવું લાગે છે. પરંતુ તે બધું અસ્થાયી હોય છે કારણ કે સામુહિકતામાં અન્ય દીપકના પ્રકાશમાં એવો ભ્રમ થયો હોય છે.
હિ.સ.યોગ.૫, પેજ.૪૨૭.
Comments
Post a Comment