હું નો અહંકાર એક શરીરનો સહુથી મોટો વિકાર છે
" 'હું' નો 'અહંકાર' એક શરીરનો સહુથી મોટો વિકાર છે જે ખૂબ જ સૂક્ષ્મ હોય છે. અને તે જતો રહ્યો એવું લાગે છે. પરંતું તે જતો નથી. તે રૂપ બદલી નાખે છે. એટલા માટે એના નવા રૂપને ઓળખવુ ખૂબ કઠિન થઈ જાય છે.
આપણે એ નવા રૂપને ઓળખી શકીએ ત્યાં સુધી તે બીજું નવું રૂપ લે છે. મનુષ્યજીવનમાં 'હું ' ના અહંકારમાંથી મુક્તિ મેળવવી અસંભવ છે. એને તો આપણે સમર્પિત જ કરી શકીએ છીએ.
મનુષ્યના બધા વિકાર ધીરે-ધીરે ઓછા થતાં- થતાં સમાપ્ત થઇ જાય છે પણ આ 'અહંકાર' નો વિકાર સદૈવ માત્ર રૂપ બરલતો રહે છે. 'અહંકાર' જો ચિત્તમાંથી નીકળી પણ ગયો તો શરીર ઉપર એનો પ્રભાવ પાડશે. શરીરમાં ગરમી વધી જશે અને શરીરની ગરમીથી શરીરની તકલીફો વધી જશે. આનો એક જ સરળ ઉપાય છે- પોતાને થોડાક દિવસ નિષ્કિય રાખવા અને ધ્યાનસાધના કરવી અને સદૈવ પોતાનું નિરીક્ષણ કરવું.
હિ.સ.યોગ.૫, પેજ. ૪૦૬.
Comments
Post a Comment