શ્રી પારસનાથજી એ કહ્યું.
શ્રી પારસનાથજી એ કહ્યું.
" પ્રત્યેક આવશ્યકતા જ આવિષ્કારની જનની હોય છે. બરાબર એજ રીતે, આ મૂર્તિઓ તમારી એટલા માટે આવશ્યકતા છે કારણ કે, 'આત્મસાક્ષાત્કાર કરાવીશ' આ આશ્વાસન પાછલા જન્મોમાં તમે લાખો આત્માઓને આપી રાખ્યું છે. તે બધા થોડા કંઈ તમને આ જ જન્મમાં મળી શકશે! એમને તમને મળવા માટે હજુ ૮૦૦ વર્ષ લાગશે! એટલે કે તમારું કાર્ય એ જ મૂર્તિઓના ' માધ્યમ' થી આવનારા ૮૦૦ વર્ષ સુધી ચાલવાનું છે. તો માધ્યમ બનવું તમારી આવશ્યકતા છે. તમારા જીવનથી મોટું કાર્ય લઈ ને તમે આવ્યા છો. તમારું પાત્ર બહું મોટું છે, એટલા માટે શ્રી ડૉક્ટરબાબાએ તમારું નામ જ 'મહાપાત્રજી' રાખ્યું છે. કેટલું મોટુ કાર્યછે! તે અહીં રહી ને તો ક્યારેય પણ સંભવ નથી. સંસાર જ તમારું કાર્યક્ષેત્ર છે, તમારા આ વિશાળ કાર્યની જાણકારી જે પણ મુનિને પ્રાપ્ત થાય છે, તે પોતાના તરફથી આમાં યોગદાન આપીને પ્રસન્ન થાય છે.
આજ સુધી કોઈ પણ મૂર્તિએ આત્મસાક્ષાત્કાર પ્રદાન નથી કર્યો કારણ કે આત્મસાક્ષાત્કાર એક જીવંત પ્રક્રિયા છે, તે જીવંત ગુરુની ઈચ્છા વગર સંભવ નથી, અને આ મૃર્તિઓનું નિર્માણ જ તમે એ ઇચ્છાના સંકલ્પ સાથે કરશો કે જે આના દર્શન કરીને આત્મસાક્ષાત્કાર માગે, એને તે પ્રાપ્ત થાય. વાસ્તવમાં, મૂર્તિઓ પણ માધ્યમ જ છે. આત્મસાક્ષાત્કાર તો તમારી સંકલ્પશક્તિને કારણે જ થશે. આ મૃર્તિઓ એટલી સજીવ હશે કે આત્મસાક્ષાત્કારનો સંકલ્પ પણ પૂર્ણ કરી શકશે.
હિ.સ.યોગ.૫, પેજ.૩૩૪.
જય પારસનાથજી
ReplyDeleteજય પારસનાથજી
Delete