આત્મારૂપી દીવાને પ્રખટાવવો જ પૂરતું નથી

"  આત્મારૂપી દીવાને પ્રખટાવવો જ પૂરતું નથી હોતું, પોતાની આખો  ખોલીને પોતાની ભીતર  ઝાખવાનું  પણ હોય છે.  ત્યારે જ આપણા દોષ દેખાશે.  પ્રથમ દોષ દેખાશે, પછી કેટલાક સમય પછી તે દોષ દૂર થશે. પછી એ આત્માના પ્રકાશથી આખું આસપાસનું વાતાવરણ પ્રકાશિત થઈ જશે. આત્માના વધી રહેલા  પ્રકાશને કારણે ધીરે-ધીરે આખું શરીર જ આત્માના પ્રકાશથી પ્રભાવિત થઈ જશે અને પછી આખા શરીર  અને મસ્તિષ્ક ઉપર આત્માના પ્રકાશનો પ્રભાવ  હશે, શરીર મસ્તિષ્કના નિયંત્રણમાં હશે અને મસ્તિષ્ક આત્માના નિયંત્રણમાં હશે, મસ્તિષ્ક આત્માના પ્રભાવમાં હશે. આત્મા મસ્તિષ્કના માધ્યમથી શરીર ઉપર નિયંત્રણ રાખશે, અને શરીર ને એ જ કાર્ય કરવા દેશે, જે ઉચિત હોય,  પરંતું ઉચિત અને અનુચિતનો નિર્ણય આત્મા કરશે,  મસ્તિષ્કની બુધ્ધિ નહીં.

કારણકે  બુદ્ધિનું ક્ષેત્ર નાનું હોય છે, તે આસપાસનું જુએ છે.  તે એક ક્ષેત્રની બહાર જઈને નથી જોઈ શકતી. આત્માનું ક્ષેત્ર વિશાળ હોય છે. તે બહુ આગળની પરિસ્થિતિઓને જોઈને જ નિર્ણય લે છે.  એટલા માટે આત્માએ લીધેલો નિર્ણય એ સમયે ઉચિત ન પણ લાગે.  ભવિષ્યમાં તે ઉચિત સિદ્ધ થવાના જ છે. એટલે મનુષ્યનું જીવન જ આત્માના પ્રકાશમાં પ્રકાશિત થઈ ને વ્યતીત થાય છે. અને સફળ જીવનનું રહસ્ય છે- જીવનમાં લીધેલા સાચા નિર્ણય.  તે જ મનુષ્યને સુખી અને સમાધાની બનાવે છે. એક વાર આત્મારૂપી દીવો પ્રગટી ગયો તો પછીનું જીવન તો સુખમય અને શાંત જ વીતે છે. બસ પ્રશ્ન છે કે દીવો પ્રગટ્યો છે કે નહીં. કારણકે કેટલીયવાર અધિકૃત, પ્રકાશિત દીવારૂપી સદગુરુના સાનિધ્યના પ્રકાશમાં પણ આપણા જીવનનું અંધારું દૂર થઈ જાય છે.

હિ.સ.યોગ.૫, પેજ. ૩૮૫.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

सहस्त्रार पर कुण्डलिनी