ભવિષ્યમાં કેન્દ્ર તે સ્થાન હશે જ્યાં સદગુરુની ઉપસ્થિતિ સૂક્ષ્મરૂપે હશે જ.
" ભવિષ્યમાં કેન્દ્ર તે સ્થાન હશે જ્યાં સદગુરુની ઉપસ્થિતિ સૂક્ષ્મરૂપે હશે જ. તે ત્યાં દેખાશે નહીં. પરંતું જેમ મોતી વ્યક્તિગતરૂપે દોરાના સ્પર્શને અનુભવી શકે છે, તેમ જ સેન્ટર કે કેન્દ્ર ઉપર ઉપસ્થિત પ્રત્યેક સાધક પોતાના હ્રદયમાં પોતાના સદગુરુની ઉપસ્થિત અનુભવી શકે છે. આ સમાન અનુભવ પ્રત્યેક તે આત્માને થશે જે કેન્દ્ર ઉપર જઈને નિયમિત ધ્યાન કરશે. આ રીતે કેન્દ્ર એ પવિત્ર સ્થાન હશે જ્યાં સદગુરુનું સાનિધ્ય પ્રત્યેક આત્માને અનુભવાશે પણ દેખાશે નહીં.
જ્યારે બીજી બાજુ, ગ્યાન સદૈવ વહેચવાથી વધે છે. તો કોઈ સાધકની ગમે તેટલી સારી સ્થિતિ હોય, એણે કેન્દ્ર ઉપર જવું જ જોઈએ. કારણ કે સેન્ટર ઉપર સારા, સંતુલિત સાધકોનાં માધ્યમથી જે અસંતુલિત સાધક છે, એમને સંતુલનની ઊર્જા પ્રાપ્ત થાય છે. એટલે કે સંતુલિત, સારા સાધકો દ્વારા તે ઊર્જા વહેચવાનું
કાર્ય સૂક્ષ્મરૂપે થાય છે. અને જેટલી ઊર્જા વહેચવાનું તે માધ્યમ બનશે, એટલી એની સ્થિતિ વધુ સારી થશે કારણકે આત્મગ્યાન એના માધ્યમથી વહેચાયુ. જેટલું વહેચાય છે, એટલું જ સદગુરુ તરફથી એને અનાયાસ જ પ્રાપ્ત થઈ જાય છે.
હિ.સ.યોગ.૫, પેજ.૩૬૭.
Comments
Post a Comment