પુરુષના શરીરની સંરચના અને સ્ત્રીના શરીરની સંરચનામાં ફરક છે
" પુરુષના શરીરની સંરચના અને સ્ત્રીના શરીરની સંરચનામાં ફરક છે અને આ સંરચનાના કારણે સ્વભાવનો ભેદ છે. સ્વભાવ શરીર સાથે સંબંધિત છે. પુરુષ શરીરમાં અહંકાર ની પ્રધાનતા હોય છે. આ અહંકાર પુરુષ શરીર નો મુળ સ્વભાવ છે. કર્તાનો અહંકાર પુરુષમાં વધારે હોય છે, કારણ તે કાર્યને વધારે મહત્વ આપે છે. કાર્યની પ્રધાનતા, પુરુષનો સ્વભાવ છે. પરંતુ આ કાર્ય કરવાની શક્તિ, આ કાર્ય કરવાની પ્રેરણા, તેને સ્ત્રીના શરીરના માધ્યમ દ્વારા જ મળે છે.
સ્ત્રીનું શરીર ભાવનાપ્રધાન હોય છે. ભાવના પ્રધાનતાના કારણે તેનામાં સમર્પણનો ભાવ વધારે હોય છે. તેથી તેમની ગુણગ્રાહકતા વધારે હોયછે. તે શક્તિઓ ગ્રહણ કરી શકેછે અને શક્તિઓ ગ્રહણ કરીને તેમને ક્રિયાન્વિત કરવા માટે પુરુષને પ્રેરિત કરી શકે છે. આ જ કારણ છે કે પ્રત્યેક સફળ પુરુષની પ્રેરણા કોઇને કોઈ સ્ત્રી જ હોય છે. "
હિ.સ.યોગ. ૩, પેજ. ૫૬.
Comments
Post a Comment