જીવનમાં જે કંઇ મેળવવા માગતા હો, તે આપતા શીખી જાઓ. પછી મેળવવુ નહિ પડે, સ્વયં જ મળી જશે.
" જીવનમાં જે કંઇ મેળવવા માગતા હો, તે આપતા શીખી જાઓ. પછી મેળવવુ નહિ પડે, સ્વયં જ મળી જશે.
આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રયત્નને કોઈ સ્થાન નથી. કારણ, બધા પ્રયત્ન પોતાના માટે હોય છે, મેળવવા માટે હોય છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં મેળવવુ નથી પડતું, ફક્ત આપવું પડે છે. આપવાનું જ પ્રતિફળ મેળવવુ છે. જીવનમાં ફક્ત આત્મિક સુખ વહેચો, આત્મિક સુખ મળતું જ રહેશે.
ઉઠો અને આજે જે ચૈતન્ય મળ્યું છે તેને માપો નહિ; કેટલું મળ્યું, કેટલું મળવું જોઈતુ હતું , કારણ આ બધો બુધ્ધિનો ખેલ છે. આ ચૈતન્ય જેટલુ પણ મળ્યું છે, તમે આ ચૈતન્ય ને વહેચો , જેટલું વહેચશો, તેટલુ જ વધશે.
તમારા વહેચવા પર જ તમને મળવું નિર્ભય હોય છે. પ્રાપ્ત કરવું તમારા હાથમાં નથી, પરંતુ વહેચવુ તમારા હાથમાં છે. તેથી જીવનમાં આત્માનુભૂતિ વહેચો , તે સ્વયં જ પ્રાપ્ત થઇ જશે. "
-હિ.સ.યોગ. ૩, પેજ. ૬૯.
Comments
Post a Comment