સદગુરુ એક ગુલાબના ફૂલની જેમ હોય છે.
" સદગુરુ એક ગુલાબના ફૂલની જેમ હોય છે. તેના દ્વારા આત્મગ્યાનની અનુભૂતિ આપણે લેવી નથી પડતી અને તેમણે આપવી પણ નથી પડતી. આત્મઅનુભૂતિ આપવી તેમનો સ્વભાવ બની જાય છે. આપણને બસ તેમનું સાનિધ્ય મળવું જોઈએ. જીવનમાં ગુરુસાનિધ્ય જ સર્વસ્વ છે.
ખરેખર, મનુષ્યનો જન્મ જ ગુરુસાનિધ્ય માટે થયો છે. પરંતુ આ ગુરુસાનિધ્ય મનુષ્યને ક્યા જન્મમાં મળશે, તે નિશ્ચિત નથી હોતું. જ્યારે પણ પ્રાપ્ત થાય, તેને પોતાના જીવનની ધરોહર માનીને સંભાળવુ જોઈએ.
ખબર નહિ, તે ક્ષણ ફરી જીવનમાં મળે કે ન મળે કારણ, આ ક્ષણ તે હોય છે જેને યાદ કરીને આપણે જીવનભર ઊર્જા પ્રાપ્ત કરીએ છીએ, જીવનભર એક આત્મિક સુખનો અનુભવ કરીએ છીએ"
,હિ.સ.યોગ. 3, પેજ. ૬૯.
Comments
Post a Comment