ગુરુ અને શિષ્યનો સંબંધ ભાવ નો સંબંધ
મા યાદ આવે છે માના ગયા પછી. એવું જ મારા એક ગુરુ પોતાના ગુરુ માટે કહેતાં હતાં કે ગુરુ યાદ આવે છે, ગુરુ ના ગયા પછી. ગુરુ સમજાય છે, ગુરુ ના ગયા પછી. ગુરુ પાસે આવે છે, ગુરુ ના દૂર થયા પછી. ગુરુ ને પામીએ છીએ, ગુરુ ને ખોયા પછી. ગુરુ ના શરીર છોડ્યા પછી શરીર રૂપી એક બાધા દૂર થઈ જાય છે. ગુરુ અને શિષ્યનો સંબંધ ભાવ નો સંબંધ છે અને ભાવ આત્મા નું શુદ્ધ સ્વરૂપ હોય છે અને મનુષ્ય ની પહેલી ગુરુ તો તેની મા જ હોય છે. આજે એ જાણ્યું કે મનુષ્યને મા ની કિંમત માના ગયા પછી જ ખબર પડે છે.
હિ.સ.યો.ભા - ૬, પા - ૧૦૭
Comments
Post a Comment