સંપૂર્ણ શરીર પર મસ્તિકનું નિયંત્રણ હોય છે.
" સંપૂર્ણ શરીર પર મસ્તિકનું નિયંત્રણ હોય છે. મસ્તિકના આદેશાનુસાર જ શરીરની ગતિવિધિઓ થતી રહે છે અને આ મસ્તિષ્ક ઉપર આત્માનું નિયંત્રણ હોય છે. પરંતુ આ નિયંત્રણ ત્યારે જ થઈ શકે છે, જ્યારે આત્માનું કોઈ અસ્તિત્વ માનવામાં આવ્યું હોય. અને આત્માનું અસ્તિત્વ પણ માનવા ઉપર જ નિર્ભર કરે છે. જે શરીર આત્માના અસ્તિત્વનો સ્વિકાર જ નથી કરતું તો આત્માની અનુભૂતિ એ શરીર ને ક્યારેય થઈ જ નથી શકતી,
આત્માના અસ્તિત્વને માનવાની પ્રક્રિયા જ ધ્યાન છે. પ્રથમ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરવો અને પછી એના અસ્તિત્વને એટલું સ્વિકારવુ કે તે શરીરથી અલગ થઈ ગયાનો અનુભવ થવા લાગે. આ ત્યારે જ સંભવ છે, જ્યારે આત્મા સશક્ત થઈ જાય. આત્મા સશક્ત ત્યારે જ થશે, જ્યારે તે શુધ્ધ થશે અને આત્મા ત્યારે જ શુધ્ધ થશે, જ્યારે શરીરના વિકારોમાંથી મુક્ત થશે. અને શરીર વિકારોમાંથી મુક્ત ત્યારે થશે, જ્યારે ચિત્ત શુધ્ધ થશે.
આ બધી પ્રક્રિયા ખૂબ જટિલ જણાય છે. મુખ્યત્વે આ બે બાબતો ઉપરજ આધારિત છે- એક તો પૂર્વજન્મનાં કર્મ. એ કર્મોના ભોગમાંથી કોઈને પણ મુક્તિ નથી. તે તો ભોગવવા જ પડશે. એને ભોગવ્યા વગર આત્મઞ્યાન મળવું સંભવ નથી. બીજું, આ જન્મની સંગત, આપ કોના સાનિધ્યમાં રહો છો. આપને મળેલા સાનિધ્ય ઉપર જ ઘણા સંસ્કાર નિર્ભર હોય છે. "
હિ.સ.યોગ.૫, પેજ. ૩૨૪.
Comments
Post a Comment