આપણા આત્માનું,આપણા શરીરથી અલગ અસ્તિત્વ નિર્મિત થઈ ગયું તો આત્માના આદેશોથી જ મસ્તિષ્ક નિયંત્રિત થશે.
" આપણા આત્માનું,આપણા શરીરથી અલગ અસ્તિત્વ નિર્મિત થઈ ગયું તો આત્માના આદેશોથી જ મસ્તિષ્ક નિયંત્રિત થશે. પછી શું યોગ્ય છે અને શું યોગ્ય નથી, તે નિર્ણય મસ્તિષ્ક નહીં, આત્મા લે છે અને એ નિર્ણયને મસ્તિષક માત્ર ક્રિયાન્વિત કરે છે, ભલેને તે નિર્ણય એને યોગ્ય લાગે, ન લાગે. એટલા માટે ઘણીવાર અનુભવ થાય છે - ' ખબર નહીં, મારા હાથે આ થઈ ગયું. એમ કરું, એવું મેં વિચાર્યું પણ નહોતું, થઈ ગયું, ' આ ત્યારે જ થઈ શકે છે, જ્યારે આત્માનું નિયંત્રણ મસ્તિષ્કની સાથે સંપૂર્ણ શરીર ઉપર પણ થઈ જાય. પરંતું આ સ્થિતિ પ્રાપ્ત થવામાં ઓછામાં ઓછા ૧૨ વર્ષની સતત સાધનાની આવશ્યકતા હોય છે. આ સરળ કામ નથી.
આત્મા તો પરમાત્માનું જ નાનું સ્વરૂપ છે. તે આપણા પહેલાંના જન્મોનું બધું જાણે છે એટલા માટે, જે યોગ્ય હોય તે જ નિર્ણય તે લે છે. તે નિર્ણય વર્તમાન સમયમાં યોગ્ય ન પણ લાગતા હોય પરંતુ ભવિષ્યમાં તે જ નિર્ણય યોગ્ય જણાય છે. એટલે આત્મા ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે, જયારે મસ્તિષ્ક ભવિષ્ય વિશે માત્ર વિચારી શકે છે પણ ભવિષ્ય શું છે, એ તે ક્યારેય નથી જાણતું. જો આપણો વર્તમાન આત્માના નિર્દૂશાનુસાર હોય તો ભવિષ્ય ઉજ્જળ જ હશે.
હિ.સ.યોગ.૫, પેજ.૩૨૫
Comments
Post a Comment