જીવનમાં રંગ, જાતિ, ધર્મ, ભાષા, દેશ, લિંગ આ બધી શરીરની સીમાઓથી પર થઈ જઈએ છીએ
" આપણે જ્યારે આપણા જીવનમાં રંગ, જાતિ, ધર્મ, ભાષા, દેશ, લિંગ આ બધી શરીરની સીમાઓથી પર થઈ જઈએ છીએ તો આપણે આપણી જાતને એક આત્મા માનવાનું પ્રારંભ કરીએ છીએ. અને જયારે આપણે સ્વયંને આત્મા માનવા લાગીએ છીએ તો કેટલાય પવિત્ર આત્માઓની સામૂહિકતા આપણને પ્રાપ્ત થઇ જાય છે. અને તે સામૂહિક શક્તિ જીવનમાં પ્રત્યેક ક્ષણ આપણું માર્ગદર્શન કરતી જ રહે છે. તે જ આપણી સુરક્ષા પણ કરતી રહે છે. એકવાર એમના ક્ષેત્રમાં પહોંચી ગયા તો આપણે એક માધ્યમમાત્ર બની જઈએ છીએ અને આપણા હાથે મોટા-મોટા કાર્યો પણ સંપન્ન થવા લાગશે.
પરંતુ મનુષ્યેજ નિર્માણ કરેલી આ વિભિન્ન સીમાઓ પાર કરવી મનુષ્ય માટે પોતાના જીવનમાં સરળ નથી હોતું અને તે તેને પોતાને તે સીમાઓમાં જ બંધાયેલો જુએ છે. અને એજ સીમાઓમાં રહીને એનું જીવન જ સમાપ્ત થઇ જાય છે. મનુષ્ય પોતાની જ બનાવેલી સીમાઓમાંથી મુક્ત નથી થઇ શકતો.
જ્યાં સુધી મનુષ્યને સદગુરુ ન મળે, ત્યાં સુધી સારી સંગત નથી મળતી. અને સારા, પવિત્ર આત્માઓની સંગત ન મળે તો તે મુક્ત નથી થઇ શકતો. કારણકે જે ચેતનાશક્તિ છે, એને પરમાત્મા કહો, ભગવાન કહો, એ આ બધી સીમાઓથી પર હોય છે. કારણકે તે ન તો કોઈ ધર્મવિશેષની છે અને ન કોઈ જાતિની અને ન કોઈ એક દેશની છે. એને પામવા માટે આપણે પણ પર થવું પડશે. પર આપણેજ થવું પડશે, તે આ પાર નહીં આવી શકે.
હિ.સ.યોગ.૫, પેજ. ૨૮૦.
Comments
Post a Comment