ગુરુજીએ બેન્ક-મેનેજર ને કહ્યું.

"  હવે આપ મારી પાસે આવ્યા છો તો શું વર્તમાનમાં મને કોઇ સમસ્યા નહીં હોય? હશે જ. કારણકે હું પણ મનુષ્ય છું. હું પણ પરિવાર સાથે રહું છું.  મારા પણ જીવનમાં કોઇક કમી હોઈ શકે છે. હોય શકે છે નહીં, છે.  મારી પત્નીના પગારમાં  મારા ઘરનો ખર્ચ નથી ચાલી શકતો.  મહિનાનું આખરી સપ્તાહ ખૂબ કઠણાઈઓ સાથે પસાર થાય છે. આ એક કમી છે અને આ કમી તત્કાલીન છે, પછી આ કમી નહીં રહે.  આ સ્પષ્ટ મને દેખાઈ રહ્યું છે.  પરંતું આ સમયે જે સુખ છે, તે પછી નહીં રહે.  આજે અમે  પરિવારના બધા સભ્ય સાથે છીએ. એક નાનકડા ઘરમાં રહીએ છીએ. બધા હ્રદયથી પણ અને શરીરથી પણ નિકટ છેએ જે પછી નહીં રહે.  હવે આજનો દિવસ હું સુખની સાથે વ્યતીત કરું કે દુઃખ ની સાથે વ્યતીત કરું, એ મારી ઉપર જ નિર્ભર કરે છે.

જીવનમાં સુખ અને દુઃખ, બંને એક-બીજાની સાથે-સાથે ચાલે છે, જાણે જીવનરૂપી મનુષ્યના બે પગ જ હોય. એટલા માટે જીવનમાં ક્યારેય પણ થોભીને જોશો તો પામશો - જીવનમાં થોડું સુખ છે, થોડું દુઃખ છે.  પરંતું આ જ સ્થિતિ સદૈવ નહીં હોય. આવનારા સમયમાં, જે આજે દુઃખ છે, કમી છે, તે સુખમાં પરિવર્તિત થશે. આ પ્રકૃતિનો નિયમ છે."

હિ.સ.યોગ.૫, પેજ.૨૨૫.

Comments

Popular posts from this blog

Subtle Body (Sukshma Sharir) of Sadguru Shree Shivkrupanand Swami

Shivkrupanand Swami